પૂર્વ બાંગ્લાદેશી સલાહકાર યુનુસને લોકોએ આતંકવાદી કહ્યા

બાંગ્લાદેશના પૂર્વ ચીફ એડવાઇઝર મહંમદ યુનુસને અમેરિકાના ન્યૂયોર્ક એરપોર્ટ પર વિરોધનો સામનો કરવો પડ્યો. એરપોર્ટ પર હાજર કેટલાક લોકોએ તેમને ઘેરી લીધા અને ‘આતંકવાદી’ કહ્યા.

લોકોએ તેમના પર બાંગ્લાદેશમાં હત્યાઓ કરાવવાનો અને લોકશાહીને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે યુનુસને કહ્યું કે તમે અહીં શા માટે આવ્યા છો, પાછા જાઓ.

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેટલાક લોકો યુનુસ વિરુદ્ધ નારા લગાવતા અને તેમને સવાલો પૂછતા જોવા મળી રહ્યા છે. પરિસ્થિતિને જોતા યુનુસ અને તેમની સહયોગી લામિયા મોરશેદને એરપોર્ટની અંદર પાછા લઈ જવામાં આવ્યા.

બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાનના સલાહકાર જાહેદ ઉર રહેમાને મંગળવારે જણાવ્યું કે ન્યૂયોર્ક એરપોર્ટ પર મોહમ્મદ યુનુસને ઘેરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે આ ઘટનાને ‘અવામી લીગનો આતંક’ ગણાવ્યો.

જાહેદે વિદેશમાં રહેતા અવામી લીગના સભ્યોને ચેતવણી આપી કે જો તેમણે આવી હરકત કરી, તો તેમને પણ કાર્યવાહીનો સામનો કરવો પડશે. જોકે, તેમણે એ જણાવ્યું નથી કે યુનુસનો વિરોધ કરનારાઓ સામે કયા કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *