પાકિસ્તાનના પ્રથમ અવકાશયાત્રી ચીનની મદદથી અવકાશ માટે રવાના

પાકિસ્તાનના પ્રથમ અવકાશયાત્રી મોહમ્મદ ઝીશાન અલી બુધવારે ચીનની મદદથી અવકાશ માટે રવાના થઈ ગયા છે. તેઓ ચીનના શેનઝોઉ-24 મિશનમાં સામેલ છે. આ મિશન સાથે તેઓ ચીનના તિયાંગોંગ સ્પેસ સ્ટેશન પર જનાર પ્રથમ વિદેશી અવકાશયાત્રી બની ગયા છે.

સ્ટેશન પર તેઓ પાકિસ્તાન તરફથી પસંદ કરાયેલા 4 વૈજ્ઞાનિક પ્રયોગો કરશે. ચીને તેમના ભોજનનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે. તેમના માટે હલાલ ફૂડની વ્યવસ્થા કરવામાં આવી છે.
ઝીશાન સાથે ચીનના બે અવકાશયાત્રી તાંગ હોંગબો અને વૂ યી પણ ગયા છે.

તાંગ હોંગબો આ મિશનની કમાન સંભાળી રહ્યા છે. ઝીશાનની જવાબદારી વૈજ્ઞાનિક પ્રયોગો પૂર્ણ કરવાની રહેશે. તેઓ લગભગ એક અઠવાડિયા સુધી સ્પેસ સ્ટેશન પર રહેશે.

પાકિસ્તાને આ મિશન માટે ઝીશાન અલી અને ખુર્રમ દાઉદની પસંદગી કરી હતી. બંનેએ ચીનમાં ઘણા મહિનાઓ સુધી તાલીમ લીધી. ત્યારબાદ ઝીશાનને મિશન માટે અંતિમરૂપ આપવામાં આવ્યું, જ્યારે ખુર્રમને બેકઅપ અવકાશયાત્રી બનાવવામાં આવ્યા.

બુધવારે સવારે ઝીશાન અલીએ ચીનના જિયુક્વાન સેટેલાઇટ લોન્ચ સેન્ટરથી ઉડાન ભરી. તેમને લોંગ માર્ચ-2એફ રૉકેટ દ્વારા અવકાશમાં મોકલવામાં આવ્યા.

આ મિશન માટે પાકિસ્તાને ચીનની મદદ લેવી પડી, કારણ કે તેની પાસે મનુષ્યોને અવકાશમાં મોકલનાર પોતાનું રોકેટ અથવા અવકાશયાન નથી. હવે જીશાન ચીની અવકાશયાત્રીઓ સાથે તિયાનગોંગ સ્પેસ સ્ટેશન પર મિશનનો ભાગ બનશે.

પાકિસ્તાનના યોજના મંત્રી અહસાન ઇકબાલે બંનેની પ્રશંસા કરી અને જીશાનને અભિનંદન પાઠવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *