પરીક્ષા બોર્ડે ધોરણ 10 અને 12ના વોકેશનલ વિષયોના પ્રશ્નપત્રના નવું પરિરૂપ જાહેર કર્યા

ગુજરાત રાજ્ય શાળા પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના વોકેશનલ શિક્ષણના વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ જાહેર કરવામાં આવ્યા છે. બોર્ડના પરિપત્ર મુજબ વિદ્યાર્થીઓને વિષયવાર પ્રશ્નપત્રની રચના અને માર્કિંગ પૅટર્ન સ્પષ્ટરૂપે સમજાય તે માટે વિગતવાર પરિરૂપ બહાર પાડવામાં આવ્યું છે. નવા પરિરૂપમાં વિવિધ વિભાગ મુજબ પ્રશ્નોની સંખ્યા, ગુણ ફાળવણી તેમજ MCQ, ટૂંકા ઉત્તર આધારિત અને લાંબા ઉત્તર આધારિત પ્રશ્નોની સ્પષ્ટતા આપી છે.

વિદ્યાર્થીઓ માટે આ ફેરફાર મહત્વપૂર્ણ બનશે કારણ કે તે પરીક્ષાની તૈયારીની દિશામાં માર્ગદર્શક સાબિત થશે. સાથે જ, શિક્ષકોને પણ પ્રશ્નપત્રની નવી માળખાકીય સમજણ મળશે જેથી તેઓ વિદ્યાર્થીઓને અનુકૂળ રીતે માર્ગદર્શન આપી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *