પરિણીતાને દેરાણીએ વાળ ખેંચી ઢસડી, દિયરે સળિયાના ઘા ઝીંકી દીધા

150 ફૂટ રિંગ રોડ શીતલ પાર્ક પાસે સીતારામ ગૌશાળા પાછળ રહેતાં જાનકીબેન સાગરભાઈ સોલંકી દ્વારા યુનિ. પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના દિયર રાહુલ મનોજભાઈ સોલંકી અને દેરાણી શીતલ રાહુલ સોલંકીના નામ આપ્યા હતા. જાનકીબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, સોમવારે સાંજે પાંચેક વાગ્યે તે ઘરે હતી ત્યારે તેના જીજાજી રવિ ઘરે આવ્યા હતા, જેથી તે તેમની સાથે ઘરના આંગણામાં ઊભી રહી વાતચીત કરતી હતી. જે દરમિયાન તેના દિયર રાહુલ અને દેરાણી શીતલે અહીં આવી ગાળાગાળી ચાલુ કરી હતી.

જેથી તેણીએ ગાળો બોલવાની ના કહેતા તેણે ઢીકાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *