નિકાસકારોએ ઇ-સ્ક્રિપ જનરેટ કરી હોવા છતાં પણ ડ્યૂટી ક્રેડિટ મળી નથી

ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત ઉત્પાદન-નિકાસ કરતા એકમોને અનેક લાભ આપવામાં આવે છે. આમ છતાં RoDTEP સ્કીમ હેઠળ નિકાસકારોને મળવા પાત્ર રિફંડના લાભો મળતા નથી. ઇ-સ્ક્રિપ જનરેટ કરી હોવા છતાં ડ્યૂટી ક્રેડિટ નહિ મળતા નિકાસકારો પર આર્થિક બોજ આવી રહ્યો છે.ત્યારે 4 વર્ષ જૂના કેસનો નિકાલ કરવામાં આવે એ જરૂરી બન્યું છે. એમ ચેમ્બર ઓફ કોમર્સએ ઉદ્યોગ મંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે. આ સિવાય જૂના કેસ ઓટો જનરેટ કરી તમામ નિકાસકારોને બે વર્ષ સુધી ઉપયોગી અને લાભદાયી સ્કીમનો પૂરેપૂરો લાભ મેળવી શકે એ મુજબનું માળખું ગોઠવવા અને ઉદ્યોગકારોને પડતી અન્ય મુશ્કેલી અંગે પણ નિરાકરણ આપવામાં આવે એવી માગણી ઊઠી છે.

નિકાસકારોને કસ્ટમ દ્વારા સંબંધિત શિપિંગ બિલ સામે સ્ક્રોલ જનરેશનની તારીખથી એક વર્ષના સમયગાળામાં ઇ-સ્ક્રિપ જનરેટ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું. જનરેટ થયેલ ઇ-સ્ક્રિપનો ઉપયોગ બે વર્ષના સમયગાળા માટે જનરેશનની તારીખથી કરવાનો રહેશે. આ માટે સમયમર્યાદા વધારી દેવામાં આવે.

2021માં સ્પષ્ટ જોગવાઈ કરાઈ હતી કે નિકાસકારે ઇ-સ્ક્રિપનો ઓપ્શનનો એક વર્ષની અંદર અમલ કરેલ હોવા છતાં તેવા કિસ્સામાં દરેક સ્ક્રોલમાં સ્ટેશન વાઇઝ અને સ્કીમ વાઇઝ મળવાપાત્ર ડ્યૂટી ક્રેડિટ કસ્ટમની ઓટોમેટેડ સિસ્ટમ હેઠળ સિંગલ ઇ-સ્ક્રિપ ફોર ડ્યૂટી ક્રેડિટ જનરેટ થતી હતી. તેમ છતાં જોગવાઈ બાદ ઇ-સ્ક્રિપ ઓટો જનરેટ ન થતા નિકાસકારોને ઇ-સ્ક્રિપ જનરેટ કરવાની પ્રક્રિયા હાથ ધરવી પડે છે. તેવા કિસ્સામાં એક વર્ષથી વધુ સમય વ્યતિત થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *