દારૂ બાદ હવે ક્રિકેટના સટ્ટા ઝડપવામાં સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાસ્પદ

ગોંડલની ગુંદાળા ચોકડી નજીક ચાની હોટલ પાસે ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવી રહેલા ચાર શખસોને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ચાર વાહન છ મોબાઈલ સહિત કુલ રૂ.4.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઓલ પેનલ૭૭૭ નામની માસ્ટર આઇડી મારફત આ ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવી રહ્યા હતા. જેમાં 6 લાખનું બેલેન્સ જોવા મળ્યું હતું આ મામલે પોલીસે રાજકોટના બે સહિત પાંચને વોન્ટેડ જાહેર કર્યા છે.આ અંગે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

એસએમસીના ડીવાયએસપી કે.ટી. કામરીયાની રાહબરી હેઠળ પીએસઆઇ એસ.એચ.ગઢવી તથા તેમની ટીમ બાતમીના આધારે રાજકોટ પોરબંદર હાઇવે પર ગોંડલમાં ગુંદાળા ચોકડી નજીક ખેતલાઆપા ટી સ્ટોલ પાસે પહોંચી હતી અને ચાલી રહેલા ક્રિકેટના સટ્ટાનું જબરું નેટવર્ક ઝડપી પાડ્યું હતું. પોલીસે ઓલપેનલ ૭૭૭ નામની માસ્ટર આઇડી મારફત ક્રિકેટ સટ્ટો રમાડી રહેલા આદિલ સતારભાઈ ચોટલીયા (ઉ.વ 29 રહે. બસ સ્ટેન્ડ પાછળ સુમરા સોસાયટી, ગોંડલ), મિતેશ પ્રવીણભાઈ મશરૂ (ઉ.વ ૩૨ રહે. ગુંદાળા રોડ, વલ્લભ વાટિકા સોસાયટી, ગોંડલ) તથા મદદગારી કરનાર સાહિલ હનીફભાઈ પીરજાદા (ઉ.વ 27 રહે. બસ સ્ટેન્ડ પાછળ, સુમરા સોસાયટી, ગોંડલ) અને નદીમ અબ્દુલભાઈ ચોટલીયા (ઉ.વ 30 રહે. બસ સ્ટેન્ડ પાછળ સુમરા સોસાયટી ગોંડલ) ને ઝડપી લીધા હતા.પોલીસે દરોડા દરમ્યાન રોકડ રૂપિયા 45,500, ચાર વાહન, છ મોબાઈલ સહિત કુલ રૂપિયા 4.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ જે માસ્ટર આઇડી મારફત ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવી રહ્યા હતા તે આઈડી માં રૂ. 6 લાખનું બેલેન્સ જોવા મળ્યું હતું. આ નેટવર્કમાં માસ્ટર આઇડી આપનાર તરીકે વિજય ઉર્ફે ભગવાન સુધીરભાઈ પોપટ (રહે. જુનાગઢ) નું નામ ખુલ્યું છે. જ્યારે ગ્રાહક તરીકે મામા, ભૂરો કૌશિક (રહે બંને રાજકોટ) તથા એક મોબાઈલ નંબરના ધારકનું નામ ખુલ્યું છે પોલીસે આ પાંચેય શખસોને વોન્ટેડ જાહેર કર્યા છે. આ મામલે હાલ ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *