ટ્રેડ યુનિયનોનો દાવોઃ 25 કરોડ કર્મચારીઓ આજે હડતાળ પર

9 જુલાઈના રોજ દેશમાં ઘણી જગ્યાએ બેંકો, વીમા, પોસ્ટલ અને જાહેર પરિવહન જેવી સેવાઓ પ્રભાવિત થઈ છે. 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનો અને તેમની સાથે જોડાયેલા સંગઠનોએ હડતાળનું એલાન આપ્યું છે. યુનિયને દાવો કર્યો છે કે દેશભરમાં 25 કરોડ કર્મચારીઓ હડતાળ પર છે.

ટ્રેડ યુનિયનો ખાનગીકરણ અને 4 નવા શ્રમ સંહિતાનો વિરોધ કરે છે. તેઓ કેન્દ્રની નીતિઓનો વિરોધ કરી રહ્યા છે, જેને તેઓ શ્રમ વિરોધી, ખેડૂત વિરોધી અને કોર્પોરેટ તરફી માને છે.

પીરિયડિક લેબર ફોર્સ સર્વે મુજબ, દેશમાં જાહેર અને ખાનગી ક્ષેત્રમાં 56 કરોડ કર્મચારીઓ છે. આમાંથી, અનૌપચારિક ક્ષેત્રમાં 50 કરોડ અને ઔપચારિક ક્ષેત્રમાં 6 કરોડ કર્મચારીઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *