ટ્રમ્પ 8 વર્ષ પછી ચીન પહોંચ્યા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે 8 વર્ષ પછી ચીનના પ્રવાસે પહોંચ્યા. તેમનું વિમાન બેઇજિંગ કેપિટલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયું, જ્યાં ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ અને ચીની રાજદ્વારી શી ફેંગે તેમનું સ્વાગત કર્યું.

એર ફોર્સ વનમાંથી ઉતરતી વખતે લગભગ 300 બાળકો વાદળી અને સફેદ રંગના યુનિફોર્મમાં એરપોર્ટ પર હાજર હતા. તેઓ અમેરિકા અને ચીનના ઝંડા લહેરાવી રહ્યા હતા. ટ્રમ્પ સાથે તેમના પુત્ર એરિક ટ્રમ્પ અને પુત્રવધૂ લારા ટ્રમ્પ પણ હાજર હતા.

આ દરમિયાન બાળકોએ મેન્ડરિન ભાષામાં ‘વેલકમ’ના નારા લગાવ્યા. આ પ્રવાસમાં 9 લાખ કરોડ રૂપિયાથી વધુની બોઇંગ વિમાન ડીલ થઈ શકે છે. ચીન 500 બોઇંગ 737 MAX, 100 બોઇંગ 787 ડ્રીમલાઇન અને ઘણા 777X વાઇડબોડી વિમાનો ખરીદી શકે છે. જો કરાર થશે તો તે ઇતિહાસનો સૌથી મોટો વિમાન સોદો હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *