ટ્રમ્પ અને યુએસ સેન્ટ્રલ બેંકના ગવર્નર વચ્ચે વિવાદ

ગુરુવારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ રિઝર્વ (સેન્ટ્રલ બેંક) મુખ્યાલયની મુલાકાત લીધી હતી. તેમણે ચેરમેન (ગવર્નર) જેરોમ પોવેલની ટીકા કરી હતી અને ફેડરલ ઓફિસના નવીનીકરણ ખર્ચ પર સવાલ ઉઠાવ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે દલીલ થઈ હતી.

ટ્રમ્પે દાવો કર્યો હતો કે નવીનીકરણનો ખર્ચ $3.1 બિલિયન (રૂ. 27 હજાર કરોડ) થયો હતો. પોવેલે અસંમત થઈને કહ્યું – મને આ વિશે ખબર નથી. ફેડરલ રિઝર્વમાં કોઈએ મને આ કહ્યું નથી.

ફેડરલ રિઝર્વ મુજબ, નવીનીકરણનો ખર્ચ $2.5 બિલિયન (રૂ. 23 હજાર કરોડ) છે. આ પછી, ટ્રમ્પે પોતાના ખિસ્સામાંથી એક દસ્તાવેજ કાઢ્યો અને પોવેલને આપ્યો. પોવેલે દસ્તાવેજ જોયો અને તેને પાછો આપતા કહ્યું કે ટ્રમ્પ ‘ખર્ચમાં ત્રીજી ઇમારત ઉમેરી રહ્યા છે.’

ટ્રમ્પે જવાબ આપ્યો- આ ઇમારત બની રહી છે, પરંતુ પોવેલે તરત જ કહ્યું- આ ઇમારત પાંચ વર્ષ પહેલાં બનાવવામાં આવી હતી, તે નવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *