અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીનને “નરકનું દ્વાર” તરીકે વર્ણવતી એક પોસ્ટ શેર કરી છે. કટ્ટરપંથી અમેરિકન લેખક અને રેડિયો હોસ્ટ માઈકલ સેવેજ દ્વારા લખાયેલો આ પત્ર જન્મજાત નાગરિકતાની ટીકા કરે છે અને ભારત અને ચીન સહિત અનેક દેશો વિશે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરે છે.
તેમાં જણાવાયું છે કે ઇમિગ્રન્ટ્સ તેમના બાળકો માટે જન્મજાત નાગરિકતા મેળવે છે, જે પછી અમેરિકામાં સ્થાયી થઈ જાય છે. તે જન્મજાત કાયદાની ટીકા કરે છે અને કહે છે કે તેનો નિર્ણય કોર્ટ કે વકીલો દ્વારા નહીં પરંતુ રાષ્ટ્રવ્યાપી મતદાન દ્વારા લેવો જોઈએ.
તે એક સોશિયલ મીડિયા સર્વે (પોલ) ને ટાંકે છે જેમાં મોટાભાગના લોકોએ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે જન્મજાત નાગરિકતા મર્યાદિત હોવી જોઈએ. સેવેજનો વીડિયો પણ આ પત્ર સાથે ટેગ થયેલો છે.
આ વિડીયો માઈકલ સેવેજ દ્વારા ૧ એપ્રિલના રોજ તેમની યુટ્યુબ ચેનલ પર લાઈવ-સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર ચાર પાનાનું નિવેદન શેર કર્યું હતું.
તેમાં સેવેજ જણાવે છે કે, “(અમેરિકન) બંધારણ લોકો ઉડાન ભરે તે પહેલાં જ લખાયું હતું. કહેવાની જરૂર નથી કે, ટેલિવિઝન પહેલાં, ઇન્ટરનેટ પહેલાં, રેડિયો પહેલાં અને હવાના તરંગો પહેલાં.”
બંધારણના ઘણા દલીલો હવે સંબંધિત નથી. કેટલાક લોકો ગર્ભાવસ્થાના અંતિમ સમયમાં અમેરિકા આવે છે ને બાળકને જન્મ આપે છે, જેનાથી બાળકને તાત્કાલિક નાગરિકતા મળે છે. પછી તેઓ તેમના બાકીના પરિવારોને અમેરિકા લાવવા માટે તે જ આધારનો ઉપયોગ કરે છે.