ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ટેલિગ્રામ 7 દિવસ પછી ભારતમાં ફરીથી ચાલુ થઈ ગઈ છે. નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)ના નકલી અને લીક થયેલા પેપર ફરતા થવાના વિવાદ પછી કેન્દ્ર સરકારે એપ અને તેની સાથે સંકળાયેલી વેબ સર્વિસિસને 22 જૂન સુધી બ્લોક કરી દીધી હતી.
21 જૂને NEET રી-એક્ઝામ થયા પછી એપ પર લાગેલો અસ્થાયી પ્રતિબંધ સમાપ્ત થઈ ગયો છે. આ પછી 23 જૂનની સવારથી એપ ગૂગલ પ્લે સ્ટોર પર ફરીથી દેખાવા તો લાગી, પરંતુ ઘણા યુઝર્સે એપ ડાઉનલોડ ન થઈ શકવાની ફરિયાદ કરી.
તે જ સમયે, કેટલાક યુઝર્સે કહ્યું કે ‘એપ ડાઉનલોડ કર્યા પછી તેઓ સાઇન અપ કરી શકતા નથી અથવા ચેટ એક્સેસ કરી શકતા નથી.’ કેટલાક કિસ્સાઓમાં આ સમસ્યા જિયો અને એરટેલ બંને નેટવર્કના યુઝર્સને થઈ. આ ઉપરાંત, આઇફોન યુઝર્સ માટે ટેલિગ્રામ એપ સ્ટોર પર ઉપલબ્ધ નહોતી.