જ્યાં મારામારી કરી ત્યાં જ હાથ જોડાવ્યાં, રિકન્સ્ટ્રક્શનમાં લંગડાતા ચાલ્યાં

રાજકોટમાં પોલીસનું નાઈટ પેટ્રોલિંગ સદંતર નિષ્ફળ ગયું હોય તેમ શહેરના રૈયાધાર વિસ્તારમાં 4 ઓક્ટોબરની મોડીરાતે કુખ્યાત હાંડા ગેંગની ટોળકીએ જૂની અદાવતમાં કારમાં તોડફોડ કરીને મહિલાઓ સહિતનાને માર માર્યો હતો. આ ઘટનામાં યુનિવર્સિટી પોલીસે સગીર સહિત 7 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. આજે પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. જે સ્થળે આ ગેંગે ધમાલ મચાલી હતી તે જ સ્થળે પોલીસ આ આરોપીઓને લઈને આવી હતી. જે દરમિયાન બબાલ મચાવતા શખ્સોમાંથી એક તો સરખું ચાલી પણ શકતો ન હોવાના દૃશ્યો સામે આવ્યા હતા. ઝડપાયેલા શખસોએ તમામ વિસ્તારવાસીઓની બે હાથ જોડીને માફી માગી હતી.

રૈયાધારના રાણીમાં રૂડીમાં ચોકમાં શનિવારની મોડીરાતે હાંડો, વનરાજ બારોટ, આકાશ વારગીંયા તથા તેની સાથે અજાણ્યા શખસોએ સ્વીફટ કારમાં તોડફોડ કરી મહિલાઓ સહિત અનેકને ધોકા-પાઈપથી મારકુટ કરી હતી. બનાવના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થતા હુમલાખોરો નાશી છુટયા હતા. બનાવના પગલે માહોલ તંગદીલી ભર્યો બનતા યુનિવર્સિટી પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ ઉમટેલા ટોળાને વિખેરી હુમલો કરનાર સામે બીએનએસ કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

બીજા જ દિવસે સગીર સહિત સાત આરોપીને ઝડપી પાડ્યા હતા. આ ઘટનામાં બે શખસ હજુ પણ ફરાર છે. ઝડપાયેલા શખસોમાં હાંડો ઉર્ફે ભવદિપ પરેશભાઇ ડાભી, પીયુષ પરેશભાઈ ડાભી, લાલજી ઉર્ફે લાલો પોપટભાઇ રાઠોડ ,વનરાજ ઉર્ફે વનો બારોટ, બંટી પ્રતાપભાઇ સોલંકી, આકલો ઉર્ફે આકાશ જીવાભાઈ વારગીયા અને કમલેશ ઉર્ફે કમો (આકલાનો ભાઇ) સામે ગૂનો નોંધાયો હતો. જેમાં વનરાજ અને કમલેશને ઝડપવાના બાકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *