જૂના માર્કેટ યાર્ડ પાછળ આવેલ શ્રીરામ સોસાયટીમાં 20 વર્ષીય બંસી સરવૈયાનો ઝેરી દવા પી આપઘાત

બંસી જગદીશભાઈ સરવૈયા (ઉં.વ.20)એ ગઈકાલે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી જે અંગે પરિવારજનોને જાણ થતા તુરંત 108માં ફોન કર્યો હતો જોકે 108ના ઇએમટીએ સ્થળ ઉપર પહોંચી બંસીને તપાસી મૃત જાહેર કરી હતી અને પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ સ્ટાફે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. બંસી એક ભાઈ અને એક બહેનમાં નાની હતી જો કે તેને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય બનાવ રાજકોટના મોરબી રોડ પર રહેતા ફરિયાદીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મોરબી રોડ પર રહેતા રોહિત દડૈયા (ઉ.વ.20)નું નામ આપ્યું છે જે ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે પોકસો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 14 વર્ષની સગીરાને આરોપી છેલ્લા એક વર્ષથી પજવણી કરે છે. સગીરા જયારે શાળાએ જતી ત્યારે આરોપી વારંવાર તેનો પીછો કરતો હતો જેથી સગીરાએ પીછો ન કરવા અને હેરાન ન કરવા સમજાવવા છતા તેણે હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. ગઈકાલે અંતે આ શખ્સના ત્રાસથી કંટાળી સગીરાએ પોતાના ભાઈને વાત કરી હતી. બાદમાં પરિવારજનોને આ વાતનો ખ્યાલ આવ્યો હતો અને આ મામલે શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાનું નક્કી કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી રોહિત દંડૈયા સામે ગુનો નોંધ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *