સીઆરસી જૂના કણકોટ તા. વાંકાનેર જી. મોરબીમાં “એક પેડ માઁ કે નામ” કાર્યક્રમ અન્વયે લીમડો, આમલી, સરગવો, કરંજ, ફાલસા, નિલગીરી, આસોપાલવ, જાંબુડા, સપ્તપદી વગેરે જેવા 300 વૃક્ષના રોપાનું સમગ્ર ગામમાં વિતરણ વિદ્યાર્થીઓ દ્વારા ઘરે ઘરે જઈને કરાયું હતું. શાળામાં પણ બહોળા પ્રમાણમાં વૃક્ષારોપણ કરાયું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા “સેવ ટ્રી, સેવ નેચર’ ના નારાઓ સાથે જાગૃતિ રેલી નું પણ આયોજન કરાયું હતું.