જીવરાજપાર્ક નજીક ચાલીને જતા યુવકનું પડી જવાથી મોત

શહેરના મોટામવામાં જીવરાજ પાર્ક નજીક ઝૂંપડાં પાસે ચાલીને જતા યુવકનું પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ચાલુ સારવારમાં દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો છે.

હર્ષ બુધાભાઈ માંઝી(ઉ.વ.28) નામના યુવકનું ગત તા.9ના સાંજે આઠેક વાગ્યે ઝૂંપડાં પાસે ચાલીને જતો હતો ત્યારે એકાએક પડી જતાં માથામાં પથ્થર લાગતાં ગંભીર ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતક મૂળ ઓરિસ્સાનો વતની હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *