જામનગર જિલ્લામાં ભરઉનાળે ગાજવીજ સાથે વરસાદ

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ગરમીનો પારો ઊંચકાયો હતો. 43 ડિગ્રી સેલ્સિયસ આસપાસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો, અમદાવાદમાં છેલ્લા 3થી 4 દિવસથી સતત ગરમીનો પારો 43.7 ડિગ્રી નોંધાયો હતો. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. રાજ્યમાં અન્ય વિસ્તારોમાં પણ છેલ્લા 24 ક્લાકમાં અંગ દઝાડતી ગરમી પડી હતી. જેમાં 9 શહેરોનું તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે.

પવનની દિશા બદલાઈ જવાને કારણે રાજ્યના તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે છેલ્લા 24 કલાકમાં રાજ્યના દરેક શહેરોમાં મહત્તમ તાપમાન દોઢથી 2 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે આજે 22મે ના સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગ તરફથી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ પશ્ચિમ ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ સુધી તાપમાનમાં ખાસ કોઈ ફેરફાર નહીં થાય અને ગરમી યથાવત રહેવાની શક્યતા છે. આ સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જ્યારે આજે 23 મેના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *