જામકંડોરણા તાલુકાનો ફોફળ ડેમ છલકાતાં નીરના વધામણાં કરાયા

જામકંડોરણા તાલુકાનો ફોફળ ડેમ ઓવરફ્લો થતાં ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા સહિતના આગેવાનોએ ડેમ સાઇટ પર દોડી જઇને નવા નીરનાં વધામણા કર્યા છે.

તાલુકાના મોટા દુધીવદર ખાતે આવેલા જામકંડોરણા શહેર , સમગ્ર તાલુકાને અને ધોરાજી શહેરને પીવાનુ પાણી અને કેનાલ નેટવર્ક , સિંચાઇ મંડળીઓ દ્વારા કમાન્ડ એરીયાની ખેતીની જમીનને સિંચાઈનુ પાણી પુરુ પાડતો ફોફળ ડેમ મેઘરાજાની અવિરત કૃપાથી ઓવરફ્લો થતા ડેમ સાઈટ પર ગોવિંદભાઈ રાણપરીયા સહિતનાએ મુલાકાત લઈને નવા નીરના વધામણા કરીને જલ-પુજન અર્ચન કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *