જસદણના કાળાસરના યુવાનના ત્રણે હત્યારા 4 દિવસના રિમાન્ડ પર

જસદણ તાલુકાના કાળાસર ગામના વતની અને હાલ જસદણ રહેતા લાલજીભાઈ ધીરુભાઈ મકવાણા(ઉ.વ.28) ની હત્યાના બનાવનો ભેદ પોલીસે ઉકેલી ત્રણ આરોપીની ધરપકડ કરી હતી અને તેમનેરિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જેમાં જસદણ કોર્ટે આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

ગત તા. 30 ના રોજ વીરનગર ગામ પાસે લાલજીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પરિવારજનો અને મોટી સંખ્યામાં કોળી સમાજના લોકોએ હત્યારા ન પકડાઈ ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને આ બનાવમાં વિરનગર ગામના ત્રણ યુવકોની ધરપકડ કરી આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

આ બનાવમાં હત્યા કરનાર અલ્કુ, અજય અને સિધ્ધરાજ નામના યુવકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ત્રણેય આરોપીના જસદણ કોર્ટમાં રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રૂ.90 હજારની ઉઘરાણી બાબતે મૃતક પૈસા ન આપતો હોય

અલ્કુ અને અજય મૃતક યુવકનું જસદણ ખાતેથી તેના ઘરની બહારથી જ અપહરણ કરી વિરનગર ગામની સીમમાં આવેલ અજયની વાડીએ લઈ ગયા હતા. જયાં મૃતકને ત્રણેય આરોપીએ આંબલીના ઝાડ સાથે બાંધી કેબલ વાયરથી અને હાથે પગેથી બેફામ માર માર્યો હતો. બાદમાં મૃતકની પત્નીને મોબાઇલ કરી તેની પાસેથી રૂ.20 હજાર મંગાવ્યા હતા. જે સિધ્ધરાજ લેવા ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *