દર વર્ષે ચોમાસામાં પુલને કોઇ નુકસાન તો નથી થયુંને? તેવી ચકાસણી કરવાનો રાજ્ય સરકારે આદેશ કર્યો છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ તમામ હયાત ફ્લાય ઓવરબ્રિજ અને અંડરબ્રિજની સ્ટ્રક્ચરલ ચકાસણી માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.
મોરબીના ઝૂલતા પુલની કરુણ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે તમામ ફ્લાય ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજ માટે નવી એસઓપી બનાવી હતી અને તેની અમલવારી માટે આદેશ કર્યા હતા.
જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા તમામ ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજની ચોમાસા બાદની સ્થિતિ જાણવા માટે કન્સલ્ટન્ટ નિમવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એજન્સી દ્વારા તમામ બ્રિજના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના પરિબળોની ચકાસણી કરી બ્રિજની સ્થિત અંગેનો અહેવાલ તંત્રને અપાશે.