ચુનારાવાડમાં લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતા કિરણબેન રાજેશભાઇ સલાટ (ઉ.42) રાત્રીના તેના ઘર પાસે બેઠા હતા ત્યારે અજાણ્યા શખ્સોઅે છરી વડે હુમલો કરતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવને પગલે થાેરાળા પાેલીસે તપાસ કરતા તે રાત્રીના ઘર પાસે બેઠા હતા ત્યારે ત્યાંથી નીકળેલા બાઇકચાલકને અટકાવી છરી બતાવી પૈસા પડાવવા માટે ધમકી આપતા હતા જેથી તેને આવું ન કરાય તેમ સમજાવવા જતા તેઆઓ ઉશ્કેરાઇને હુમલો કર્યાનું જણાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.