ગોંડલની સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં નગરપાલિકા દ્વારા યોજાતો લોકમેળો અવિરત વરસાદને કારણે બંધ રહ્યા બાદ મેળાનાં વેપારીઓએ નગરપાલિકા પાસે રિફંડની માગ કરી છે. આ અંગે ધારાસભ્યને પણ રજૂઆત કરાઇ છે.
નગરપાલિકા દ્વારા ટેન્ડર પધ્ધતિથી મેળાનાં મેદાનની હરરાજી કરાઇ હતી. જેમા કીરીટભાઇ મકવાણાનું રૂ. 71 લાખનું ટેન્ડર મંજૂર રહ્યું હતું. નગરપાલિકાને તળીયાનાં ભાવથી પણ રૂ. 20 લાખની વધુ આવક થઈ હતી. તમામ આવક નંદી શાળામાં વાપરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.