ગોંડલ પોલીસે ઓડીસાની ગૂમ થયેલી મહિલા શોધી કાઢી ઓરિસ્સા પોલીસને સોંપી આપી હતી.ઓડીસા રાજ્યના બાલાસોર જિલ્લાના રૂપસા પોલીસ સ્ટેશન વિસ્તારથી ગુમ થયેલી 34 વર્ષની મહિલા જ્યોત્સનારાની સંજય બેહરાને ગોંડલ તાલુકા પોલીસ દ્વારા રીબડા જી.આઇ.ડી.સી. વિસ્તારમાંથી શોધી કાઢવામાં આવી છે.
આ મહિલાને શોધવા ઓડીસા પોલીસની ટીમ ગોંડલ આવી હતી ત્યારે ગોંડલ તાલુકા પો.સ્ટે.ના પો. ઇન્સ્પેક્ટર એ. ડી. પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા ટેક્નીકલ તથા માનવીય સ્રોતના આધારે મહિલાને શોધી કાઢવામાં આવી હતી.
સમગ્ર મામલે પોલીસ ઇન્સ્પેક્ટર એ. ડી. પરમાર, હેડ કોન્સ્ટેબલ હેમતસિંહ ઝાલા, કોન્સ્ટેબલ કનુભા ઝાલા તથા ગોંડલ પો. સ્ટે. ના સર્વેલન્સ સ્ટાફના અન્ય સભ્યોએ કામગીરી બજાવી હતી.