ગોંડલમાં મોવીયા ગામ પાસે ખનીજ ચોરી પકડાઈ

ગોંડલ તાલુકા પોલીસે મોવીયા ગામ પાસે ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી પાડી છે. રાજકોટ ગ્રામ્ય કંટ્રોલ રૂમમાંથી મળેલી માહિતીના આધારે, પોલીસે મોવીયાથી બાંદરા ગામ તરફ જતા ‘ઊંડા ડોરા’ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.

આ તપાસ દરમિયાન ગેરકાયદેસર રીતે ખનીજ અને માટીનું ખનન કરતા વાહનો પકડાયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી એક જેસીબી મશીન અને બે ટ્રેક્ટર સહિત કુલ ત્રણ વાહનો જપ્ત કર્યા છે. આ તમામ વાહનો હાલ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે.

પોલીસે વાહન માલિકોને આર.ટી.ઓ. અને ખાણ-ખનીજ ખાતાના મેમો આપ્યા છે. કસૂરવારો પાસેથી દંડ વસૂલ કરવા માટે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની કચેરીને પણ જાણ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *