ગોંડલમાં અક્ષય ભારતી મિત્ર મંડળના ઉપક્રમે પર્યાવરણ સંરક્ષણ જતન પ્રવૃત્તિ અંતર્ગત 11,111 વૃક્ષોનું વિના મૂલ્યે વિતરણ કરાયું હતું અને સાથે વૃક્ષોનુ જતન કરવા બાહેંધરી ફોર્મ પણ ભરાવવામા આવ્યું હતું.
અક્ષય ભારતી મિત્ર મંડળ તેમજ પર્યાવરણ સંરક્ષણ ગતિવિધી ગોંડલના સંયુકત ઉપક્રમે આ વર્ષે 11,111 ફળાઉ તેમજ દેશી કુળનાં અલગ અલગ 40 પ્રકારના વુક્ષના રોપાનું વિના મૂલ્યે એમ બી આર્ટસ કોમર્સ કોલેજ ગોંડલ ખાતે વિતરણ કરવામાં આવ્યું હતું.
વડ, ગરમાળો, ચરલ, દાડમ, વાંસ, ગુલમહોર જેવા વૃક્ષાના રોપાનું વિતરણ કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમની શરૂઆતમાં વડવાળી જગ્યાનાં સિતારામ બાપુ, રમેશાનંદ બાપુ,સંતો મહંતો, હરીયાળું ગોંડલના કાર્યકરો તેમજ RSS રાજકોટ વિભાગના કાર્યવાહ નિકુંજભાઈ ખૂંટ વગેરેએ હાજરી આપી હતી.