ગોંડલમાં કોલેજ ચોક પાસેથી દારૂ, બિયર સાથે 2 શખ્સ ઝબ્બે

ગોંડલના કોલેજ ચોક નજીકથી દારૂ ભરેલી કાર સાથે પોલીસે બે શખ્સને ઝડપી લીધા હતાં. દારૂની બોટલ,બિયરના ટીન મોબાઈલ ફોન અને કાર મળીને 2.98 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યેા હતો. દારૂનો આ જથ્થો અનીડાના બે શખ્સનો હોવાનું માલુમ પડતા પોલીસે ચારેય સામે ગુનો નોંધી અન્ય બે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

પીઆઇ ઓમદેવસિંહ જાડેજાને બાતમી મળી હતી કે ગોંડલ જેતપુર રોડ પરથી પસાર થનારી કાર ગોંડલ કોલેજ ચોક તરફ આવી રહી છે અને કારમાં વિદેશી દારૂ છે અને તે બસસ્ટેન્ડ તરફ આવી રહી છે, આથી આ આધારે પોલીસે આ કાર પસાર થતાંની સાથે તેને રોકાઇ હતી અને તેના તલાશી લેતાં તેમાંથી અલગ અલગ બ્રાન્ડની 132 દારૂની બોટલ તથા 48 બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂ- બીયરના આ જથ્થા સાથે કારચાલક અનિદ્ધસિંહ સહદેવસિંહ જાડેજા અને તેના સાથી કિશન મનસુખ ચૌહાણની ઘરપકડ કરી દારૂ , મોબાઇલ ફોન અને કાર મળી કુલ 2.98 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે ઝડપાયેલા આ બંને શખ્સની સઘન પુછપરછ કરતા દારૂ બીયરનો આ જથ્થો અનિડાના કિરીટ અને ઇમરાન ઉર્ફે ટકાનો હોવાનું સામે આવ્યું હતું.જેથી પોલીસે ચારેય સામે ગુનો નોંધી અન્ય બે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *