ગુજરાતમાં પ્રથમવાર સબ રજિસ્ટ્રાર કચેરીમાં ITનો સર્વે

ગુજરાતમાં પ્રથમ વખત ઇન્કમટેક્સ વિભાગે 30 લાખથી વધુ કિંમતના વેચાણ દસ્તાવેજોની એન્ટ્રી ચકવાસવા શરૂઆત કરી છે. રાજકોટમાં DH કોલેજના મેદાનમા આવેલ સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન 5માં ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓની સર્વેની કામગીરી ચાલી રહી છે. આજે સાંજથી ઇન્કમ ટેક્સ વિભાગની શરૂ કરેલ સર્વે હજુ પણ ચાલી રહ્યો છે.મોડી રાત્રી સુધી આ સર્વેની કામગીરી ચાલુ રહે તેવી શક્યતા છે. રાજકોટ ઝોન 5માં વર્ષ 2024-25 દરમિયાન થયેલ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં બુધવારની સાંજે મોટા સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર સરકારી અધિકારીઓ તેમજ બિલ્ડર લોબી માટે ફફડાટ ફેલાવે તેવા છે. કારણ કે, ગુજરાત પ્રથમ વખત રાજકોટની અંદર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા વેચાણ દસ્તાવેજો અંગે સબ રજિસ્ટ્રાર કચેરીમાં સર્વે કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પ્રોપર્ટી અંગે પૂરતી વિગતો દર્શાવતો રિપોર્ટ ન કરવામાં આવતો હોવાની ફરિયાદ મળતા આજે આવકવેરા વિભાગના INCIનું સર્ચ ઓપરેશન સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે શરૂ કરવામાં આવ્યું હતું આવતા દિવસોમાં અન્ય ઝોનલ કચેરીઓમાં પણ આ જ રીતે તપાસ થવાની પુરેપુરી શક્યતા સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *