કારોબારીની ફેર મતગણતરીના બાર કાઉન્સિલના હુકમ સામે HCનો સ્ટે

ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં તા.20 ડિસેમ્બરે બાર અેસોસિએશનની ચૂંટણી યોજાઇ હતી, જેમાં એક માત્ર રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં વિવાદ સર્જાયો હતો અને એક કારોબારીની ફેર મતગણતરી કરવાની અપીલ કરવામાં આવી હતી. આ મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો અને હાઇકોર્ટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે ફેર મતગણતરીના કરેલા આદેશ સામે સ્ટે આપ્યો હતો.

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં હિરેન પરષોત્ મભાઇ ડોબરિયા કારોબારી સભ્ય તરીકે 9મા ક્રમે 10 મતે વિજેતા થયા હતા. અન્ય કારોબારી ઉમેદવાર કિશન વાલ્વાએ બે વખત ફેર મતગણતરી કરવા ચૂંટણી અધિકારીને અરજી આપી હતી, પરંતુ ચૂંટણી અધિકારીએ બંને વખત અરજી માન્ય રાખી નહોતી. જેથી કિશન વાલ્વાએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં અરજી કરી હતી અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે ફેર મતગણતરી કરવા ચૂંટણી અધિકારીને હુકમ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *