એક્ટ્રેસ અને ભાજપના સાંસદ કંગના રનૌતનો તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં કંગના માંગમાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર અને હાથમાં લીલી બંગડીઓ પહેરેલી જોવા મળી રહી છે. વીડિયો વાઇરલ થયા બાદ ચાહકોમાં કંગનાના સિક્રેટ મેરેજની અફવાઓ ચગી હતી.
હવે કંગનાએ પોતે આ અફવા પર સ્પષ્ટતા કરી છે. કંગનાનો આ પરંપરાગત લુક તેની આગામી ફિલ્મ ‘ક્વીન 2’ના શૂટિંગનો ભાગ છે, જેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. કંગનાએ કહ્યું છે કે તે સિક્રેટ લગ્ન નહીં કરે.
કંગનાએ આ અફવાઓ પર સ્પષ્ટતા કરતા પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે- ‘હું દરરોજ શહેરમાં અને તેની આસપાસ શૂટિંગ કરી રહી છું, કોઈએ કેરેક્ટર મેકઅપ સાથે આ રેન્ડમ તસવીર ક્લિક કરી લીધી અને હવે મને ઘણા બધા ફોન કોલ્સ આવી રહ્યા છે, પરંતુ પરિણીત મહિલાના લુકમાં એવી કઈ મોટી વાત છે? એક્ટર્સ દરેક પ્રકારના રોલ ભજવે છે, હું ગુપચુપ લગ્ન નહીં કરું, હું વચન આપું છું.”