એઈમ્સમાં નોકરીનું પૂછવા જતા મહિલાનું સ્કૂટર સ્લીપ થતા મોત

રાજકોટના જામનગર રોડ પર જલારામ હોટલ પાસે મોડી રાત્રે એક ખાનગી ટ્રાવેલ્સ બસે એક્સેસ સ્કૂટરને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સ્કૂટર સવાર બે બહેનો પૈકી ૧૫ વર્ષીય તન્વી વાઘેલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે 10 વર્ષીય નાની બહેન કાવ્યા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પરિવારની વિગત મુજબ, નાનામવા રોડ પર ભીમનગરમાં રહેતા નિશાબેન વાઘેલા અને તેમની ત્રણ દીકરીઓ હોટલમાં જમવા જવા નીકળ્યા હતા. માતા અને મોટી દીકરી રિક્ષામાં હતા, જ્યારે તન્વી અને કાવ્યા સ્કૂટર પર હતા ત્યારે બસ ચાલકે તેમને ટક્કર મારી નાસી છૂટ્યો હતો. તન્વીએ આ વર્ષે જ ધોરણ ૧૦ની પરીક્ષા આપી હતી.

નોકરીનું પૂછવા નીકળ્યાને મોત મળ્યું પરા પીપળીયા વિસ્તારમાં રહેતા 39 વર્ષીય મિતલબેન કશ્યપ 9 મેના રોજ એઇમ્સ હોસ્પિટલ ખાતે નોકરીની પૂછપરછ કરવા જઈ રહ્યા હતા, ત્યારે માર્ગ અકસ્માત નડ્યો હતો. હીરાભાઈના બાઈકનું હેન્ડલ મિતલબેનના સ્કૂટર સાથે અથડાતા બંને વાહનો સ્લીપ થયા હતા. આ દુર્ઘટનામાં ગંભીર ઈજા થવાને કારણે મિતલબેનનું ટૂંકી સારવાર બાદ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. ગાંધીગ્રામ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *