શહેરમાં યુનિવર્સિટી રોડ પર ઋષિકેશપાર્કમાં રહેતા આર્કિટેક્ટ અક્ષરભાઇ મગનભાઇ મુંગરા તેની પુત્રીની તબિયત સારી ન હોય તેને એઇમ્સ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા જ્યા તેને દાખલ કરતા આર્કિટેક્ટ તેની પત્ની સાથે હોસ્પિટલમા઼ રાેકાયા હોય તે દરમિયાન રેઢા મકાનમાંથી તસ્કરો તાળાં તોડી રોકડ-દાગીના મળી કુલ રૂ.6.25 લાખની ચોરી કરી ગયાની ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
દરમિયાન એલસીબી-2ના પીએસઆઇ ઝાલા સહિતના સ્ટાફે સીસીટીવીના આધારે નામચીન તસ્કર કાલાવડના ખડધોરાજી ગામના શિવા જેરામભાઇ વાજેલિયાને અટકાવી તેની પાસેથી રૂ.40 હજારની રોકડ અને દાગીના મળી કુલ 6.25 લાખની મતા મળી આવતા તેની અટકાયત કરી હતી. પોલીસની તપાસમાં અગાઉ ફેબ્્રુઆરીમાં એલસીબી-2ની ટીમે નામચીન શિવાને પકડી સાત ચોરીના ભેદ ખાેલ્યા હતા. તે દિવસે રેકી કરી રાત્રીના ચોરી કરતો હોવાનું આરોપીએ કબુલ્યું હતું.