આટકોટ પાસે ભાદર નદીના પુલ પર ખાડા ઉપસ્યા

રાજકોટ ભાવનગર હાઈવે પર ભાદર નદીનાં પુલ પર મસમોટા બે બે ફૂટના ખાડા પડ્યા છે. વરસાદ થંભી ગયા બાદ હવે ધીમે ધીમે તારાજી સામે આવી રહી છે. તંત્રએ જે કામગીરી કરી તેની પોલ વરસાદે ખોલી નાખી અને ખાડા હવે લોકોના માથાના દુખાવા સમાન બની રહ્યા છે.બે ફૂટ ઉંડા ખાડા તારવવા જતાં વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે તો ચાલુ વરસાદે પણ ગાડીના ટાયર ફાટી ગયાના બનાવો પણ ઓછાં નથી બન્યાં. એટલું જ નહી, સિમેન્ટ સાવ ધોવાઇ જતાં સળિયા દ્રશ્યમાન થઇ રહ્યા છે. આથી તંત્ર વહેલી તકે આ ખાડા બૂરવાની તસદી લે તો વાહન ચાલકોને પડતી હાલાકી ઓછી થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *