ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચની વન-ડે સિરીઝ આજથી શરૂ થઈ રહી છે. તેની પહેલી મેચ આજે ઑકલેન્ડના ઈડન પાર્કમાં રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ઈન્ડિયન ટીમ 4 પેસર્સ અને 2 ઓળરાઉન્ડર્સ સાથે ઉતરી છે.
રોહિત શર્મા અને વિરાટ કોહલી એકવાર ફરી ભારતીય જર્સીમાં રમશે. વળી, આ મેચ હાઈ સ્કોરિંગ રહેવાની પૂરી સંભાવના છે. તેનું કારણ છે ઑકલેન્ડનું મેદાન, જેની બાઉન્ડરી માત્ર 50-55 મીટર છે.
જાન્યુઆરી 2020 પછી ઈડન પાર્કમાં થયેલી 4 વન-ડેમાંથી 3 પહેલી બેટિંગ કરનારી ટીમે જીતી છે. આ દરમિયાન પહેલી ઇનિંગ્સનો સરેરાશ સ્કોર 286 રન રહ્યો છે.
બન્ને ટીમની પ્લેઇંગ-11:
ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નમન ધીર, અંશુલ કંબોજ, આકિબ નબી, ગુરનૂર બરાર અને અર્શદીપ સિંહ.
ન્યૂઝીલેન્ડ (NZ): ટિમ સેફર્ટ, વિલ યંગ, હેનરી નિકોલ્સ, ડેરીલ મિચેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, કાઇલ જેમિસન, જેકબ ડફી અને બ્લેર ટિકનર.