આજી ડેમમાંથી અજાણ્યા યુવકની પાણીમાં ડૂબી ગયેલ હાલતમાં લાશ મળી

શહેરની નવી કિસાન ગૌશાળા પાસે રામવન પાછળ આજી ડેમમાંથી અજાણ્યા યુવકની પાણીમાં ડૂબી ગયેલ હાલતમાં લાશ મળી આવતા વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, નવી કિસાન ગૌશાળા પાસે રામવન પાછળ આજી ડેમમાંથી અજાણ્યા યુવક(ઉં.વ.આશરે 20)ની પાણીમાં તરતી લાશ મળી આવતા જાગૃત નાગરિકે તાત્કાલિક 112 નંબર પર કોલ કરી આજી ડેમ પોલીસને બનાવ અંગે જાણ કરી હતી.

આજી ડેમ પોલીસે મૃતદેહને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ રૂમે ખસેડી જરૂરી કાગળો કરી ધોરણસરની તપાસ હાથ ધરી છે. વધુમાં પીએસઆઈ પી.એચ.પઢેરિયાએ તપાસમાં જણાવ્યું છે કે, મૃતદેહને પીએમ માટે લઇ જતા તબીબે જોઈ તપાસી જણાવ્યું છે કે, યુવકના શરીરમાં પાણી ભરાઈ જવાથી તેનું મૃત્યુ થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *