ભારત સાથેના ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકાને આશા છે કે તે ભારત સાથે સારો સોદો કરી શકશે. અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસન્ટે બુધવારે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, ભારત-અમેરિકા સંબંધો ખૂબ જટિલ છે, પરંતુ તેમને વિશ્વાસ છે કે બંને દેશો આખરે સાથે આવશે.
અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લાદ્યો છે, જે આજથી અમલમાં આવ્યો છે. આ દુનિયામાં સૌથી વધુ છે. આ અંગે ભારતના વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે કહ્યું કે અમેરિકાએ જાણી જોઈને ભારતને અલગથી નિશાન બનાવ્યું છે. જ્યારે અન્ય દેશો પણ રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યા છે.
સ્કોટ બેસન્ટને ફોક્સ બિઝનેસ ટીવી ચેનલ પર ભારત અને અમેરિકા વચ્ચેના ટેરિફ અને રશિયન તેલ ખરીદી વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો.
એન્કરે તેમને પૂછ્યું કે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે તાજેતરમાં કહ્યું છે કે જો અમેરિકાને ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવામાં સમસ્યા હોય, તો અમેરિકાએ ભારત પાસેથી રિફાઇન્ડ તેલ ખરીદવાનું બંધ કરવું જોઈએ.