અમદાવાદમાં IPLમાં આજે GT vs RCB

IPLમાં ગુજરાત ટાઇટન્સ (GT) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની ટીમ સામસામે ટકરાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે.

બંને ટીમ આ સીઝનમાં બીજી વખત ટકરાશે. અગાઉની મેચમાં બેંગલુરુએ ગુજરાતને 5 વિકેટે હરાવ્યું હતું. બંને ટીમની આ નવમી મેચ હશે. બેંગલુરુ 8માંથી 6 મેચ જીતીને પોઇન્ટ્સ ટેબલમાં બીજા નંબરે છે. ટીમ આજે જીતશે તો 14 પોઇન્ટ્સ સાથે ટૉપ પર આવવાની તક મળશે. બીજી તરફ, ગુજરાત 8માંથી 4 મેચ જીત્યું છે અને 4માં હારનો સામનો કરવો પડ્યો છે.

GTની નજર બરાબરી કરવા પર

IPLમાં બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 7 મેચ રમાઈ છે. જેમાંથી બેંગલુરુએ 4 મેચમાં જીત મેળવી છે, જ્યારે ગુજરાતની ટીમ 3 વખત જીતી છે. આજની મેચમાં ગુજરાતનો પ્રયાસ બરાબરી કરવાનો રહેશે. અમદાવાદમાં બંને ટીમ એકવાર સામસામે આવી છે, જેમાં બેંગલુરુને જીત મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *