રાજકોટમાં એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં કલરકામ કરતા યુવાનનું મોત નીપજ્યું છે. રાજકોટ શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલ લક્ષ્મી કરિયાણા ભંડાર નામની દુકાનમાં કલરકામ કરતા વખતે ભીસ્તીવાડ વિસ્તારમાં રહેતા હરેશભાઇ વિઠ્ઠલભાઈ સાપરા (ઉ.વ.43) લિફ્ટમાં ફસાઈ જતા મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટાફે હરેશભાઇના મૃતદેહને પોસમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.