ઝકરબર્ગનો ખુલાસો- US સરકાર ફેસબુક પર દબાણ કરતી

મેટા ચીફ માર્ક ઝકરબર્ગે આક્ષેપ કર્યો છે કે જો બાઇડન-કમલા હેરિસ વહીવટીતંત્રે તેમની કંપની પર કોવિડ સંબંધિત પોસ્ટને સેન્સર (દૂર કરવા) માટે વારંવાર દબાણ કર્યું હતું.

તેમણે ન્યાયતંત્ર સમિતિને લખેલા પત્રમાં આ આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે, સરકાર પર આ પ્રકારનું દબાણ કરવું ખોટું છે. તેને અફસોસ છે કે તે પહેલા આ મુદ્દે વધુ બોલી શક્યો નહીં.

ઝકરબર્ગે પત્રમાં લખ્યું છે કે, બાઇડન પ્રશાસને 2021માં ઘણા મહિનાઓ સુધી તેમના પર દબાણ કર્યું. તેઓ કોવિડ-19 સંબંધિત મીમ્સ પણ દૂર કરવા માંગતા હતા. જ્યારે અમે આના પર સહમત નહોતા ત્યારે તેમણે આ અંગે પોતાની નિરાશા પણ વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *