Zepto 310 મિલિયન ડોલર ફંડ એકત્ર કરશે

ઇન્સ્ટન્ટ ગ્રોસરી ડિલિવરી એપ્લિકેશન Zepto વધારાના $310 મિલિયન (રૂ. 2,602 કરોડ) ભંડોળ એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. અહેવાલો અનુસાર આ ભંડોળ એકત્રીકરણ રાઉન્ડ પછી કંપનીનું મૂલ્યાંકન ગયા મહિને છેલ્લા ફંડિંગ રાઉન્ડની સરખામણીએ 40% વધીને $5 બિલિયન (રૂ. 41,978 કરોડ) થશે.

ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, ફાઇનાન્સિંગનો આ નવો રાઉન્ડ સતત બે રાઉન્ડમાં ત્રણ વર્ષ જૂની કંપની ઝેપ્ટોના કુલ ભંડોળને આશરે $1 બિલિયન એટલે કે રૂ. 8,395 કરોડ સુધી લઈ જશે. નવા ફંડિંગ રાઉન્ડમાં મોટા રોકાણકારો ભાગ લે તેવી અપેક્ષા છે.

રાઉન્ડમાં માર્સ ગ્રોથ કેપિટલનો સમાવેશ થઈ શકે છે, જે મિત્સુબિશી UFJ ફાયનાન્સિયલ ગ્રુપ ઇન્ક દ્વારા સહ-સંચાલિત છે. ઇઝરાયેલનું લિક્વિડિટી ગ્રૂપ તેમજ યુએસ સ્થિત જનરલ કેટાલિસ્ટ અને અન્ય હાલના રોકાણકારો પણ તેમાં જોડાય તેવી અપેક્ષા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *