શહેરમાં ભગવતીપરામાં રહેતા યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. યુવકે તેના મિત્રને રૂ.30 હજાર વ્યાજે અપાવી દીધા હતા જે પૈસા નહીં ભરતા તેને રૂપિયા ભરી દીધા હતા અને પૈસા નહીં આપી અને યુવકનું એક્ટિવા મુકી મિત્રએ અન્ય પાસેથી વ્યાજે નાણાં લઇ લેેતા આ પગલું ભરી લીધાનું બહાર આવ્યું હતું.
ભગવતીપરા પાસેના જયપ્રકાશનગરમાં રહેતો જયેશ દાફડા નામનો યુવકએ બાથરૂમ સાફ કરવાનું ઝેરી લિક્વિડ પી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસે તપાસ કરતા કડિયાકામ કરતા જયેશએ જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા તેના મિત્ર કાળિયાને પૈસાની જરૂર હોય તેને મોટામવા ગામના શખ્સ પાસેથી રૂ.30 હજાર વ્યાજે અપાવી દીધા હતા પરંતુ મિત્ર કાળિયો વ્યાજ નહીં ચૂકવતો હોય તેને ઉછીના લઇને 30 હજાર ચૂકવી દીધા હતા. તેના મિત્ર પાસે પૈસાની ઉઘરાણી કરતા તેને હાલ પૈસા ન હોવાનું અને તારું એક્ટિવા થોડા દિવસ પહેલા આપ કહી લઇ ગયા બાદ તે અન્ય કોઇ પાસે ગીરવે મુકી એક્ટિવા પણ આપતો ન હેાય જેથી કંટાળી આ પગલું ભરી લીધાનું જણાવતા પોલીસે કાર્યવાહી કરી છે.