ખોડિયારનગરમાં યુવકનો ફાંસો ખાઇ આપઘાત

શહેરમાં ભાવનગર રોડ પર ખોડિયારનગરમાં યુવાને તેમજ ઘંટેશ્વર 25 વારિયા ક્વાર્ટરમાં મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં ગમગીની છવાય છે. બનાવને પગલે થોરાળા અને ગાંધીગ્રામ પાેલીસે આપઘાતના કારણ જાણવા મથામણ કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ખોડિયારનગરમાં રહેતો વિરાજ હરેશભાઇ દેવમુરારી (ઉ.20) એ પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોક છવાયો છે. બનાવને પગલે થોરાળા પોલીસ મથકના પીએસઆઇ ધાંધલ સહિતના સ્ટાફે યુવકના આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *