શહેરમાં એરપોર્ટ ફાટક પાસેની જનતા જનાર્દન સોસાયટી નજીક મારુતિ નગરમાં ઝાડ સાથે દોરી બાંધી યુવકે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોક છવાયો છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મારુતીનગર પાસે ઝાડમાં અજાણ્યા યુવકે દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ થતા પ્ર.નગર પોલીસ મથકના એએસઆઇ પ્રવીણભાઇ સહિતના સ્ટાફે પહોંચી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી મૃતક યુવકની ઓળખ મેળવવા તેના વાલી વારસદારની શોધખોળ કરી હતી.
પોલીસની તપાસમાં મૃતક યુવક મૂળ નેપાળી અને હાલ અઢી વર્ષથી મારુતિનગરમાં રહેતો સંદેશ નટુભાઇ રાવલ હોવાનું તેના પરિવારે જણાવ્યું હતું પોલીસે યુવકના આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી કરી છે.