મોટા દડવાના સ્મશાનમાં ચકલાંની ચણલેવાની ના પાડતાં યુવક પર પાઈવ પડે હુમલો કરવામાં આવતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાતાં આટકોટ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આટકોટ પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર મોટાદડવા ગામે રહેતા ભુપતભાઈ ઝાપડાએ આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે ઉમેશ સાઢમીયા, વિનુ સાઢમીયાના નામ આપ્યા હતા અને જણાવ્યું હતું કે ચકલીના ચણ લેવાની નાં પાડતાં ભુપતભાઈ ઝાપડા પર પાઈપથી હુમલો કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ હતી. ભુપતભાઈ ઝાપડા ગાયો ચરાવવા ગયા હતા ત્યારે સ્મશાનમાં ચકલાંની ચણ રાખી હતી જે આરોપી ઉમેશ અને વિનુ સાઢમીયા લઇ જતાં હોય ભૂપતભાઇએ બન્નેને વાર્યા હતા જેના પગલે બન્ને ઉશ્કેરાયા હતા અને તેમનાં હાથમાં રહેલો પાઈપ માથામાં મારતાં તેમને તાત્કાલિક 108 મારફત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આટકોટ પોલીસે બંને આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ જે એમ ધ્રાંગીયા ચલાવી રહ્યા છે.