શહેરમાં જંક્શન પ્લોટ પાસેના રૂખડિયાપરામાં યુવક પર ત્રણ શખ્સે ધોકા વડે હુમલો કરતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. બનાવની જાણ થતાં પ્ર.નગર પોલીસે તપાસ કરતાં યુવકને નશો કરવાની કુટેવ હોય અને જેથી નશો કરવાના પૈસા બાબતે મિત્રોએ માથાકૂટ કરી હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
રૂખડિયાપરામાં રહેતો સાદાન રાજુભાઇ ડોસાણી (ઉ.21) તેના ઘર પાસે હતો ત્યારે તેના મિત્ર અફઝલ, ડોનિયો અને સુજલ સહિતે ધોકા વડે હુમલો કરી નાસી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. બનાવની જાણ થતા પ્ર.નગર પોલીસે તપાસ કરતાં મજૂરીકામ કરતા સાદાનને નશો કરવાની કુટેવ હોય અને મિત્રો સાથે અવાર-નવાર નશો કરતો જેમાં નશો કરવાના પૈસા બાબતે માથાકૂટ થતા મિત્રોએ હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતાં પોલીસે વધુ કાર્યવાહીકરી છે.