શહેરમાં કાલાવડ રોડ પર યુવક પર ત્રણ શખ્સે ઝઘડો કરી બેટ વડે હુમલો કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રામનાથપરા પાસેના હુસેની ચોક પાસે રહેતા અફઝલ આરિફભાઇ કરમાણી (ઉ.32) તેના મિત્રો સાથે રાત્રીના કાલાવડ રોડ પર કારમાં ગયા હતા ત્યારે કાર સામાન્ય અન્ય કારને અડી જતા સ્કોર્પિયોમાં ધસી આવેલા ત્રણ અજાણ્યા શખ્સે બેટ વડે હુમલો કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તાલુકા પોલીસે તપાસ કરી અજાણ્યા શખ્સો સામે કાર્યવાહી કરી છે.
અન્ય બનાવમાં રાજકોટ તાલુકાના વાછકપર બેડી ગામે રહેતા ખોડાભાઈ ગઈકાલે રાત્રે 8 વાગ્યાં આસપાસ પોતાની વાડીએ પાણીના બોરમાંથી મોટર કાઢતા હતા, ત્યારે હુક છટકતાં તેની સાથેનો એંગલ પાઈપ ઉડીને માથે આવ્યો હતો જેમાં તેને ગંભીર ઈજા થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેવામાં આવ્યા હતા. અહીં ટુંકી સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતા કુવાડવા રોડ પોલીસ સ્ટેશન સ્ટાફે આવી જરૂરી કાર્યવાહી કરી હતી. ખોડાભાઈ બે ભાઈમાં નાના અને અપરિણીત હતાં. તે ખેતી કામ કરતા હતા. પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.