પ્રેમિકા સાથે લગ્ન કરવાની પરિવારે ના પાડતાં યુવકનો ફાંસો ખાઇ આપઘાત

શહેરમાં રામનાથપરામા ઓરડીમાં ભાડે રહેતા યુવકે આપઘાત કરી લેતા તેના પરિવારમાં માતમ છવાયો છે. મૂળ બિહાર અને હાલ રામનાથપરામાં રહેતા યુવકે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. એ ડિવિઝન પોલીસે તપાસ કરતા યુવકને તેના વતનની યુવતી સાથે પ્રેમસંબંધ હોય જેની પરિવારે જાણ થતા લગ્ન કરવાની ના પાડતા આ પગલું ભરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રામનાથપરામાં રહેતો અને મૂળ બિહારનો વતની રાહુલ અજીમભાઇ શેખ (ઉ.19) એ પોતાની ઓરડીમાં પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો.તેની સાથે રહેતા અન્ય યુવકો ઓરડી પર આવતા રાહુલનો મૃતદેહ લકટતો જોઇ તેને ઉતારી જાણ કરતા 108ના તબીબ સહિતની ટીમે પહોંચી યુવકને મૃત જાહેર કરતા એ ડિવિઝન પોલીસ મથકના જમાદાર લાભુભાઇ સહિતના સ્ટાફે મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસની તપાસમાં યુવક છેલ્લા દોઢ વર્ષથી રાજકોટ આવી સોની બજારમાં સોનીકામની મજૂરીકામ કરતો હોય સવારે તેના રૂમ પાર્ટનર સાથે દુકાને કામે ગયો હતો બાદમાં ઓરડી પર કામ છે કહી ગયા બાદ પરત નહી આવતા બપોરે અન્ય રૂમમાં રહેતા યુવકો આવતા જાણ થઇ હોવાનું તેમજ તેના વતનમાં યુવકને તેના ગામમાં રહેતી યુવતી સાથે પ્રેમસંબધ હોય જેની પરીવારને જાણ થઇ જતા યુવતી સાથે સંબધ તોડી નાખવાની વાત કરતા આ પગલુ ભરી લીધાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે યુવકના પરિવાર આવ્યા બાદ વધુ કાર્યવાહી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *