હવે કટોકટી કે જરૂરિયાતના કિસ્સામાં તમે 72 કલાકની અંદર તમારા PF ખાતામાંથી ₹5 લાખ સુધી ઉપાડી શકો છો. પહેલા આ મર્યાદા ₹1 લાખ હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ 24 જૂને આ માહિતી આપી હતી.
અગાઉ, શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ સુમિતા દાવરાએ 28 માર્ચે શ્રીનગરમાં યોજાયેલી EPFO એક્ઝિક્યુટિવ કમિટી (EC)ની 113મી બેઠકમાં આ પ્રસ્તાવ પસાર કર્યો હતો.
ઓટો સેટલમેન્ટમાં પીએફ વિડ્રોલ ક્લેમની પ્રક્રિયા સિસ્ટમ દ્વારા આપમેળે થાય છે. આમાં હ્યુમન ઇન્ટરવેન્શન બહુ ઓછો અથવા કોઈ હોતો નથી.
જો તમારો UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) આધાર, PAN અને બેંક ખાતા સાથે જોડાયેલ હોય, અને KYC સંપૂર્ણપણે અપડેટ થયેલ હોય, તો સિસ્ટમ તમારા દાવાની ચકાસણી કરે છે.
આ પ્રક્રિયા ઝડપી છે કારણ કે તે સંપૂર્ણપણે ઓનલાઈન છે અને IT સિસ્ટમ પર આધારિત છે. ઓટો સેટલમેન્ટમાં દાવાની પ્રક્રિયા 3-4 દિવસમાં થઈ જાય છે.
EPFOએ ચોક્કસ પ્રકારના દાવાઓ (જેમ કે તબીબી, શિક્ષણ, લગ્ન અથવા રહેઠાણ) માટે ઓટો સેટલમેન્ટની સુવિધા શરૂ કરી છે.