રાજકોટમાં 21 જૂને 5 સ્થળે યોગાનું આયોજન

રાજકોટમાં 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા માટે મનપા કચેરીએ મેયર નયના પેઢડીયાનાં અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં 21 જૂન “વિશ્વ યોગ દિવસ” નિમિતે શહેરમાં 5 સ્થળોએ યોગનું આયોજન કરવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં (1) સેન્ટ્રલ ઝોન, રેસકોર્સ મેદાન, (2) વેસ્ટ ઝોન, નાનામવા ચોક ખાતેનું મેદાન, (3) ઈસ્ટ ઝોન, ગ્રીન લેન્ડ પાર્ટી પ્લોટ, (4) મહાત્મા ગાંધી મ્યુઝિયમ, (5) જીજા બાઈ સ્વિમિંગ પુલ ખાતે યોગનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે મેયર નયના પેઢડીયાએ જણાવ્યું હતું કે, ખુબ જાણીતી ઉક્તિ છે કે, “યોગ ભગાડે રોગ”, “પહેલું સુખ તે જાતે નર્યા”, દવાથી જે રોગ ન મટે તે યોગથી મટે, યોગ માનવ જાતને આપણી ઋષિ પરંપરા વખતથી મળેલી એક અનમોલ ભેટ છે. વડાપ્રધાનની પ્રેરણાથી આખું વિશ્વ 21 જૂનના દિવસે “આંતરરાષ્ટ્રીય યોગ દિન” તરીકે ઉજવે છે, ત્યારે મનપા દ્વારા કરવામાં આવેલા આયોજનમાં વધુમાં વધુ લોકો જોડાય તે જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *