બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઇ ડાયાબિટીસ અંગે સભાનતા કેળવી હતી અને આ રોગમાંથી કઇ રીતે મુક્તિ મળી શકે તેની જાણકારી મેળવી હતી, થોડા દિવસ પહેલાં જ ડાયાબિટિસ દિવસની રાષ્ટ્ર કક્ષાએ ઉજવણી થઇ હતી અને લોકોને રાજરોગ ગણાતા આ રોગની ગંભીરતા સમજાવી તેમાંથી મુક્તિ મેળવવા શું કરી શકાય તેની માહિતી આપવા ખાસ કેમ્પ યોજાયા હતા.
ધોરાજી ખાતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાત રાજય યોગ બોડ દ્વારા યોગ કોચ દક્ષાબેન હિરપરા, યોગ ટ્રેનર મિતાબેન વોરાના વડપણ હેઠળ ડાયાબિટીસ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ઘણી મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન કરાયું છે, આ કેમ્પનું સંપૂર્ણ સંચાલન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કોડીનેટર કાચા હીતેષભાઈ તથા યોગકોચ દક્ષાબેન હિરપરા અને મિતાબેન વોરા દ્વારા કરવામાં આવી રહ્યું છે.