યાર્ડમાં જાડી અને ઝીણી મગફળીની આવક

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર પંથકમાં રવિવાર અને સોમવારે સિઝનનો પ્રથમ વરસાદ પડ્યો હતો. જેને કારણે યાર્ડમાં મગફળી સહિત અન્ય જણસીની આવક અને વેચાણ પર તેની અસર જોવા મળી હતી, તો બીજી તરફ સિંગતેલનો ડબ્બો રૂ.2600 એ પહોંચવામાં માત્ર રૂ.25નું જ છેટું રહ્યું છે. જ્યારે કપાસિયા તેલનો ડબ્બો રૂ.1700 સપાટીની ઉપર પહોંચ્યો છે. આ ઉપરાંત સાઈડ તેલમાં સૌથી વધુ મોંઘું દિવેલ છે. સોમવારે દિવેલનો ભાવ રૂ.2040નો બોલાયો હતો. સોમવારે યાર્ડમાં જાડી અને ઝીણી મગફળીની આવક 2400 ક્વિન્ટલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *