સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખેલકૂદ રમતોત્સવ ચાલી રહ્યો છે. જેમાં આજે યુનિવર્સિટી સંલગ્ન કુંડલીયા કોલેજના 3 ખેલાડીએ રેકર્ડ બનાવી કીર્તિમાન સ્થાપિત કર્યો છે. 400 મીટર દોડમાં 15 વર્ષ જૂનો તો લાંબી કુદમાં 40 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો છે.
ગોલ્ડ મેડલ મેળવી રેકોર્ડ સ્થાપ્યો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એથ્લેટિક મીટમાં શ્રીમતી જે.જે. કુંડલીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ખેલાડી ઝાલા નિકુંજે 2 ઇવેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મેળવી અને નવા રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. ઝાલા નિકુંજે 400 મીટર રનિંગ 51.49 સેકન્ડ સાથે નવો 15 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને નવો કીર્તિમાન પોતાના નામે કર્યો છે અને 400 મીટર વિઘ્ન દોડમાં પણ આજે 56.47 સેકન્ડનો નિકુંજ ઝાલાએ રેકોર્ડ કયો છે.
જ્યારે કુંડલીયા કોલેજના જ કડચા દિનેશ કાળુભાઈએ લાંબી કૂદમાં 6:59 મીટર કૂદીને 40 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને નવો કીર્તિમાન પોતાના નામે કર્યો છે. ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીમાં સિલેક્શન થવા બદલ કોલેજના અધ્યાપક ડો.હરીશ રાબા અને કોલેજના પ્રિન્સીપાલ ડો. યજ્ઞેશ જોશી તરફથી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી છે.